દુલ્હનનો આત્મા - Horror Story In Gujarati

Admin
0
horror story in gujarati

દુલ્હનનો આત્મા - Horror Story In Gujarati 

અભિષેક આજ સવારે જ તેના દોસ્ત અર્જુનના ગામ આવ્યો હતો, કારણ કે પાંચ દિવસ પછી અર્જુનનાં લગ્ન થવાનાં હતાં. સવારથી અભિષેક, અર્જુનના ઘરમાં બેઠોબેઠો કંટાળી ગયો હતો. આથી તેણે અર્જુનને કહ્યું કે, `ભાઈ, ક્યારનોય અહીંયાં બેઠો છું તું મને ખાલી તારા ગામમાં ફરવા તો જવા દે. ' આથી અર્જુન કહે છે. `સારું છે ચાલ' અને આમ કહીને તે બંને ઘરની બહાર જવા લાગે છે ત્યાં જ બંનેને બહાર જતાં જોઈને અર્જુનની મમ્મી કહે છે. `ક્યાં જઈ રહ્યા છો?' આ સાંભળીને અર્જુન કહે છે. `ક્યાંય નહીં મમ્મી, બસ અભિષેકને આપણું ગામ જોવા લઈ જાઉં છું.' અર્જુનની મમ્મી બોલીઃ `સારું, પરંતુ રાત થઈ જાય તે પહેલાં પાછા આવી જજો. તને તો ખબર જ છેને આપણા ગામ વિશે.' `અર્જુન! હા. મમ્મી મને ખબર છે.' આટલું કહીને અર્જુન, અભિષેકને ગામ બતાવવા લઈ જાય છે.'

ગામ બહુ જ મોટું અને સુંદર હતું. ગામમાં અવરજવર પણ ઘણી હતી. ગામમાં ફરવાની અભિષેકને બહુ જ મજા આવવા લાગી. બંને ફરી રહ્યા હતા ત્યાં જ અર્જુનની મમ્મીનો ફોન આવે છે. મમ્મી સાથે વાત કરીને તે અભિષેકને કહે છે કે ભાઈ, તું ગામમાં ફર મારે ઘરે કામ છે આથી હું પાછો ઘરે જઈ રહ્યો છું અને તું પણ રાત થાય તે પહેલાં ઘરે પાછો આવી જજે.આટલું કહીને અર્જુન પોતાના ઘરે જવા લાગે છે અને અભિષેક ગામમાં ફરવા જાય છે. અભિષેક ફરતાંફરતાં ઘણો આગળ નીકળી જાય છે. હવે થોડુંથોડ અંધારુ પણ થવા લાગ્યું છે. આથી અભિષેકે ઘરે પાછા જવાનું નક્કી કરી લીધું, પરંતુ તે રસ્તો ભૂલી જાય છે. આથી તે અર્જુનને ફોન કરવા મોબાઈલ ખિસ્સામાંથી બહાર કાઢે છે, પરંતુ મોબાઈલમાં બેટરી એક ટકા જેટલી જ બચી હોય છે. યાર, વાત થઈ જાય પછી ફોન સ્વીચ ઓફ્ થઈ જાય તો સારું આટલું બોલીને તે અર્જુનને ફોન લગાડ છે અને જેવો અર્જુન સામેથી ફોન ઉપાડે છે અને ગુસ્સામાં બોલે છે. `અરેયાર, તું હજુ સુધી ગામમાં જ ફરે છે આટલી મોડી રાત સુધી ફરવું સારું નથી.' અભિષેક જવાબ આપતાં બોલે છે, `ભાઈ, તું પહેલાં મારી વાત તો સાંભળી લે, હું અહીંયાં...ત્યાં જ અભિષેકનો ફોન સ્વીચ ઓફ્ થઈ જાય છે.

હવે શું કરવું? અભિષેક મૂંઝાઈ જાય છે, પરંતુ તે ધીમેધીમે આગળ વધવાનું નક્કી કરે છે અને વિચારે છે હવે આગળ જઈને કોઈકને રસ્તો પૂછી લઈશ, પરંતુ ત્યાં આજુબાજુ કોઈ જ દેખાતું નથી. આથી અભિષેકને બહુ જ નવાઈ લાગે છે, કારણ કેથોડીક વાર પહેલાં ગામમાં બહુ જ ચહલપહલ હતી અને અત્યારે આખા ગામમાં સન્નાટો છવાઈ ગયો છે. અરે, દુરદુર સુધી કોઈ દેખાતું નથી. અભિષેક આમતેમ ફરે રાખે છે, પરંતુ તેને અર્જુનના ઘરનો રસ્તો મળતો નથી. આમ ને આમ ત્રણ કલાક પસાર થઈ ગયા. હવે તે થાકી પણ ગયો હતો ત્યાં અચાનક તેની નજર સામે ઊભેલી એક છોકરી ઉપર પડી. તેણે દૂલહન જેવાં કપડાં પહેર્યાં હતાં અને તે અભિષેકને જોઈને મરક-મરક હસી રહી હતી.

પછી તે છોકરી અભિષેકની નજીક જઈને બોલી, `તમે આવી ગયા હવે મારી સાથે ચાલો, આટલું કહીને તે છોકરી અભિષેકને પોતાની સાથે લઈ જવા લાગી. અભિષેકને કાંઈ સમજ પડી રહી ન હતી. તે ગાંડાની માફક તેની સાથે જઈ રહ્યો હતો. થોડીક વાર પછી પેલી છોકરી અભિષેકને સાફો પહેરાવી દે છે અને તેને પછી એક ખાડાની પાસે લઈ જાય છે. ખાડાની અંદરનું દૃશ્ય જોઈને અભિષેક પરસેવે રેબઝેબ થઈ જાય છે. તેના હાથપગ ધ્રૂજવા લાગે છે, કારણ કે ખાડામાં કેટલાક યુવકોનાં કપાયેલાં માથાં પડ્યાં હતાં અને જમણે વરરાજાનો સાફો પહેરેલો હતો. અચાનક અભિષેકમાં હિંમત આવી ગઈ અને તે દોડવા લાગ્યો. તે સતત ભાગતો જ રહ્યો અને અચાનક જ તે ઊભો રહી ગયો, કારણ કે તેણે જોયું કે સામે માથા વિનાના માણસો ઊભા હતા અને તે બધાંએ વરરાજાનાં કપડાં પહેર્યાં હતાં. કદાચ આ એ જ લોકો હતા કે જેમનાં માથાં પેલા ખાડામાં પડેલાં હતાં. પછી અભિષેક તેમનાથી બચવા માટે તે પાછળની તરફ ભાગવા માટે ફર્યો તો તેનો શ્વાસ રોકાઈ ગયો, કારણ કે તેણે જોયું કે તેની સામે પેલી જ છોકરી ઊભી હતી અને તેની પાસે વરરાજાનાં કપડાં હતાં અને તે ધીમેધીમે તેની નજીક આવવા લાગી અને પેલા બધાં જ કપાયેલાં માથાંવાળા લોકો પણ નજીક આવી રહ્યાં હતા.

અભિષેક જ્યાં ઊભો હતો ત્યાં અચાનક પ્રચંડ લાઈટનું અજવાળું થયું. ત્યાં અભિષેકે જોયું કે તે જે થાંભલાની નીચે ઊભો હતો અને તે થાંભલાની સ્ટ્રીટલાઈટ ચાલુ થવાના કારણે ત્યાં અજવાળું થવા લાગ્યું. અભિષેકે એ નોંધ્યું કે જ્યારે અહીંયાં લાઈટ થઈ કે તે જ વખતથી પેલી છોકરી અને કપાયેલાં માથાંવાળા લોકો ત્યાં જ ઊભા રહી ગયા હતા. હવે અભિષેક પણ સમજી ગયો હતો કે જો તેણે બચવું હશે તો ત્યાં જ ઊભા રહી જવું પડશે. આથી અભિષેક પેલા થાંભલા નીચે ઊભા રહીને આખી રાત પસાર કરી લે છે.

સવારે અભિષેક અર્જુનના ઘરે પહોંચે છે અને તેને રાતવાળી ઘટનાની વાત કરે છે ત્યારે અર્જુનની મમ્મી અભિષેકને કહે છે કે તે દૂલહનનો આત્મા આ ગામમાં વર્ષોથી ભટકે છે. આ છોકરીનાં જે દિવસે લગ્ન થવાનાં હતાં તે જ દિવસે તેની હત્યા કરી નાંખવામાં આવી હતી અને તે જ દિવસથી જ્યારે પણ ગામમાં કોઈકનાં લગ્ન હોય ત્યારે તે કોઈકની ને કોઈકની હત્યા કરી નાંખે છે. તું એટલા માટે બચી ગયો કે જેથાંભલા નીચે તું ઊભો હતો તેમાં સફેદ એલઈડી લાઈટ લાગેલી હતી અને કહેવાય છે કે કોઈ પણ શૈતાની શક્તિ સફેદ પ્રકાશમાં પોતાની શક્તિનો ઉપયોગ કરી શકતી નથી.

Post a Comment

0Comments

Post a Comment (0)