1. અંધ ને અજ્ઞ એ બેમાં ઓછો શાપિત આંધળો,
એકાંગે પાંગળો અંધ, અજ્ઞ સર્વાંગે પાંગળો.
પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ અજ્ઞાની માણસ કરતાં અંધ માણસને ઓછો શાપિત ગણાવ્યો છે, કારણ કે અંધજન પાસે માત્ર એક અંગ અર્થાત્ દષ્ટિ જ હોતી નથી. જ્યારે અજ્ઞાની પાસે બધાં અંગો હોવા છતાં પોતાના અજ્ઞાનને કારણે તે સંપૂર્ણ પાંગળો હોય છે. આંધળા માણસને અંધાપા સિવાયની કોઈ લાચારી નથી હોતી. તેનું દુ:ખ આંખો પૂરતું મર્યાદિત હોય છે. આથી ઘણા અંધજનો જુદાં જુદાં ક્ષેત્રોમાં કુશળતા મેળવીને આનંદપૂર્વક જીવન જીવે છે. સાહિત્ય, સંગીત કે હસ્તકલામાં નિપુણતા મેળવીને તેઓ ખૂબ સારી રીતે પોતાનો જીવનનિર્વાહ કરે છે. ભક્ત કવિ સૂરદાસ અને અંગ્રેજી કવિ મિલ્ટન પણ અંધ હતા. આમ છતાં તેમનાં અનુપમ કાવ્યોને આજે પણ લોકો યાદ કરે છે. અંધ વ્યક્તિ તો રસ્તામાં ક્યારેક જ ઠોકર ખાય છે જ્યારે અજ્ઞાની વ્યક્તિ ડગલે ને પગલે ઠોકરો ખાય છે. અંધજન એક જ અંગે ખોડ ધરાવે છે જ્યારે અજ્ઞાનીનાં બધાં જ અંગો પાંગળાં હોય છે. આમ, કવિ કહે છે કે આપણે જ્ઞાન પ્રાપ્ત કરવાનો સતત પ્રયત્ન કરવો જોઈએ.
2. ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે, તદપિ અર્થ નવ સરે,
મત્સ્યભોગી બગલો મુક્તાફળ દેખી ચંચુ ના ભરે.
યોગ્યતા વિના ઉત્તમ વસ્તુ મળે તોપણ તેનાથી કશો અર્થ સરતો નથી, એ સત્ય કવિએ અહીં માર્મિક દષ્ટાંત આપીને સમજાવ્યું છે. કેટલીક વાર વ્યક્તિને સુંદર અને ઉત્તમ ચીજ અનાયાસ મળી જાય છે. પરંતુ જો મનુષ્યમાં લાયકાત ન હોય તો તેને માટે તે ઉત્તમ વસ્તુ પણ નકામી નીવડે છે. બગલાને માછલાંની ભૂખ હોય છે. માછલાં એને મન સર્વસ્વ હોય છે. એવા બગલાની સામે સાચા મોતીનો ઢગલો કરવામાં આવે તો તે એમાં ચાંચ લગાવશે નહિ. બગલા માટે સાચાં મોતી પણ નિરર્થક છે. આંધળા આગળ આરસી શા કામની ? મર્કટને રાજગાદી પર બેસાડો તેથી શો લાભ ? કુપાત્ર માણસના હાથમાં અપાર સંપત્તિ આવી જાય, તેથી કંઈ તેનામાં એ રૂપિયા સાચવવાની કે તેનો સદુપયોગ કરવાની યોગ્યતા કે સમજ આવી જતી નથી. રાજસિંહાસન પર બેસી જવાથી જ કોઈ માણસ નિષ્ણાત રાજનીતિજ્ઞ બની જતો નથી. અયોગ્ય માણસને અકસ્માતે જ કોઈ મૂલ્યવાન વસ્તુ કે ઉચ્ચ સ્થાન મળી જાય તોપણ એ તેને માટે છેવટે તો નિરર્થક જ પુરવાર થાય છે. સમાજમાં ઘણી વાર અયોગ્ય કે ગેરલાયક વ્યક્તિઓ સંજોગોવશાત્ ઉચ્ચ હોદ્દા પર કે ઉચ્ચ સ્થાને બેસી જાય છે, પરંતુ યોગ્યતાના અભાવે છેવટે તે નિષ્ફળ જાય છે. માટે જ કોઈ પણ માણસે સારી વસ્તુની ઈચ્છા કરતાં પહેલાં તેને માટે યોગ્યતા કેળવવી જોઈએ. કવિ શ્રી કલાપીએ તેથી જ કહ્યું છે કે, 'સૌંદર્યો પામતાં પહેલાં સૌંદર્ય બનવું પડે.'
3. સૌંદર્યો વેડફી દેતાં ના ના સુંદરતા મળે,
સૌંદર્યો પામતાં પહેલાં સૌંદર્ય બનવું પડે.
આ પંક્તિમાં કવિએ આપણને સૌંદર્યનું મહત્વ સમજાવ્યું છે. સૌંદર્ય એ ઈશ્વરની પ્રસાદી છે. આ પ્રસાદી પુણ્યાત્માને જ પ્રાપ્ત થાય છે, પાપીને નહિ. બાગમાં ખીલતાં પુષ્પો, ઉષા-સંધ્યાના રંગો, ખેતરોમાં લહેરાતો હરિયાળો મોલ, નાનાં બાળકો વગેરેમાં કુદરતે મન મૂકીને સૌંદર્ય ઠાલવી દીધું છે. પરંતુ આ સૌંદર્ય આપણને માણતાં આવડવું જોઈએ. સુંદર વસ્તુનો નાશ કરીને સુંદરતાને પામી શકાય નહિ. સૌંદર્યની રક્ષા કરીને જ તેનો આનંદ માણી શકાય. સુંદર ફૂલને ચૂંટી લઈએ તો તે થોડા વખતમાં જ કરમાઈ જાય છે. સૌંદર્યનો વિનાશ થઈ જાય, એવી રીતે આપણે તેના સૌંદર્યને માણી શકીએ નહિ. આપણે સૌંદર્યને ખરા અર્થમાં માણવા ઈચ્છતા હોઈએ, તો આપણે એવી દષ્ટિ પણ કેળવવી પડે. અર્થાત્ આપણે પોતે પણ સુંદર બનવું પડે.
4. મોટાં નાનાં વધુ મોટામાં, તો નાનાં પણ મોટાં;
વ્યોમ-દીપ રવિ નભબિંદુ, તો ઘરદીવડા શા ખોટા ?
આ કાવ્યકંડિકામાં કવિએ એવું સૂચવ્યું છે કે મોટું અને નાનું એ બે સાપેક્ષ વિશેષણો છે અને એકબીજા પર આધારિત છે. તેથી કોઈને ખૂબ મોટો ગણી તેને વધુ પડતું મહત્વ આપવાનું તેમજ કોઈને ખૂબ નાનો ગણી તેને અવગણવાનું ઉચિત નથી. ખૂબ મોટી વસ્તુની સાથે સરખામણી કરીએ ત્યારે સામાન્ય રીતે મોટી ગણાતી વસ્તુઓ પણ નાનીલાગે છે, જ્યારે સૂક્ષ્મ વસ્તુની સાથે તુલના કરતાં નાની વસ્તુ પણ મોટી લાગે છે. પૃથ્વી અને તેના ઉપગ્રહોની સરખામણીમાં સૂર્ય ઘણો મોટો છે, પણ અનંત આકાશમાં આટલો મોટો સૂર્ય એક નાનકડા બિંદુ જેવો છે, કારણ કે તેનાથી ઘણા મોટા કદના સૂર્યો બ્રહ્માંડમાં અસ્તિત્વ ધરાવે છે. આ બાબત ધ્યાનમાં રાખીએ તો આપણા ઘરમાં રહેલો નાનકડો દીવો પણ મોટો જ લાગે છે. કારણ કે તે આપણા ઘરમાં પ્રકાશ પાથરી શકે છે. રાત્રે ઘરમાં ઘરદીવડો જ ઉપયોગી થાય છે, સૂર્ય નહીં. વિશ્વપ્રસિદ્ધ વ્યક્તિની સાથે સરખામણી કરીએ ત્યારે એવું લાગે કે એક દેશનેતાની તો કોઈ વિસાત જ નથી. પણ એનાથી નાના ગણાતા નેતા સાથે સરખાવતાં એક દેશનેતા ખૂબ મોટી વ્યક્તિ લાગે છે. શેક્સપિયર, મિલ્ટન કે કવિ કાલિદાસ જેવી પ્રસિદ્ધિ ન મળી હોવા છતાં આપણા ગુજરાતી સાહિત્યકારોએ પોતાના સર્જનકાર્ય વડે ગુજરાતને અને ગુજરાતી સાહિત્યને જરૂર શોભાવ્યું છે. આમ, જગતમાં નાના કે મોટાના ખ્યાલો એકદમ સાચા નથી. માણસ મોટો હોય કે નાનો, દરેક વ્યક્તિનું સમાજમાં આગવું મહત્વ હોય છે. નાના ક્ષેત્રમા નાના મનાતા માણસો ખૂબ ઉપયોગી સેવા બજાવી શકે છે. તેમની એવી સેવાને આપણે બિરદાવવી જોઈએ.
5. હણો ના પાપીને દ્વિગુણ બનશે પાપ જગનાં,
લડો પાપો સામે અડગ દિલના ગુપ્ત બળથી
જગતમાંથી પાપોને દૂર કરવાનો સર્વોત્તમ માર્ગ આ પંક્તિઓમાં દર્શાવવામાં આવ્યો છે. માણસમાં પાપ અને પુણ્યની વૃત્તિ સ્વાભાવિક રીતે રહેલી હોય છે. તેથી આ પૃથ્વી પર આદિકાળથી પાપનું આચરણ થતું રહ્યું છે. પાપોનો અને પાપીઓનો પ્રતિકાર કરવા માટે યુગે યુગે નવા નવા નીતિનિયમો ઘડાયા છે, વિવિધ ઉપાયો કરવામાં આવ્યા છે તેમજ અવતારી પુરુષોનું આગમન કે અવતરણ થયું છે, તેમ છતાં પાપોનો સમૂળગો નાશ થઈ શક્યો નથી. એનું એક કારણ એ હોઈ શકે કે વખતોવખત પાપીઓને દંડવામાં આવે છે, પરંતુ પાપ કરવાની વૃત્તિ દૂર થાય એવાં રચનાત્મક પગલાં લેવાતાં નથી. ખરેખર તો પાપીઓનો નાશ કરવાની પ્રવૃત્તિ પણ પાપના આચરણ જેવી જ છે. જેમ કાદવ કે મેલને દૂર કરવા માટે નિર્મળ જળની જરૂર પડે છે તેમ પાપીઓની પાપવૃત્તિને અંતરની નિર્મળ સ્નેહવૃત્તિ વડે દૂર કરી શકાય. આત્માની સદવૃત્તિથી જ પાપવૃત્તિને અંકુશમાં રાખી શકાય. પાપીઓનો તિરસ્કાર કરવાથી કે તેમને હણી નાખવાથી પાપોમાં ઘટાડો થવાને બદલે વધારો થાય છે. પરંતુ ક્ષમા, સ્નેહ અને સહાનુભૂતિ વડે પાપીઓમાં રહેલી પાપવૃત્તિને રચનાત્મક દિશામાં વાળી શકાય છે. આમ, માનવીને પાપના રસ્તે દોરી જનારા સંજોગોને દૂર કરવાથી અને પાપી માણસનો વિશ્વાસ જીતી લેવાથી જગતમાંથી પાપો અવશ્ય દૂર કરી શકાય.
6. સિદ્ધિ તેને જઈ વરે, જે પરસેવે ન્હાય.
અહીં એવું જણાવવામાં આવ્યું છે કે પરિશ્રમરૂપી પારસમણિના સ્પર્શ વડે જ સિદ્ધિરૂપી સુવર્ણ પ્રાપ્ત થઈ શકે છે. સફળતા સુધી પહોંચવા માટેનો માર્ગ સીધો અને સરળ નથી હોતો. આ માર્ગ પર મનુષ્યને અનેક અવરોધો નડે છે. સફળતા પામતાં પહેલાં માણસે નિષ્ફળતાના ઘણા કડવા ઘૂંટડા પીવા પડે છે તેમજ અથાક અને અસીમ પરિશ્રમ કરવો પડે છે. એટલે જ એક કવિ કહે છે કે : 'ઉદ્યમીઓ ધૂળમાંથી સોનું શોધી જાય છે.' સફળતા અથવા સિદ્ધિ સુધી પહોંચવા માટે કોઈ ટૂંકો માર્ગ હોતો નથી. જો કોઈ આવો માર્ગ અપનાવે તો એને સિદ્ધિ મળવાની શક્યતા જ નથી. એટલે સિદ્ધિ મેળવવા ઈચ્છતા હોઈએ તો કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. સાચી દિશામાં કરેલો પરિશ્રમ ક્યારેય નિષ્ફળ જતો નથી. વહેલું કે મોડું તેનું સુખદ પરિણામ આવે જ છે. 'મનુષ્યયત્ન અને ઈશ્વરકૃપા' એ ઉક્તિ જાણીતી છે. પણ માત્ર ઈશ્વરકૃપાની રાહ જોઈને બેસી રહેવાથી કંઈ મળી શકે નહીં. પુરુષાર્થ વગર તો પ્રારબ્ધ પણ પાંગળું છે.
7. ત્રણ વાના મુજને મળ્યાં, હૈયું, મસ્તક અને હાથ
બહુ દઇ દીધું નાથ! જા, ચોથું નથી માંગવુ.
ઉમાશંકર જોશી જેવા કિવ પાસેથી આટલી સરળ રચના કદી જોવા ના મળે પણ જેમ વધુ િવચારીયે તેમ સમજાય કે આ સાવ સરળ પંક્તિઓ માણસ જાતની ઉત્તમતાને બહુ સહજ રીતે વર્ણવી પ્રભુનું સંતાન તે હોવાની પ્રભુને જાણ કરી દે છે. ભગવાન અને શયતાન માટે આદમ કદાચ એક પ્રયોગાત્મક સાધન હતું ભગવાને તેને હાથ દીધા ઉદ્યમ કરી જીવન નિર્વાહ કરવા, આવનારી આફતોથી માર્ગ કાઢવા મક અને તે દ્વારા નિર્ણય શક્તિ આપી અને હૈયુ આપ્યુ સંવેદનાઓને ઝીલવા માટે ‘જા ચોથુ નથી માંગવુ 'કહેતો આદમ ખરેખર સંતોષી અને વિનર્ભર પ્રભુ સંતાન માણસ હતો. શયતાનને પ્રભુનું કોઇ પણ સર્જન ક્યાં ગમે? તેને તોડવા અને મચોડવા તે સતત મથે તેથી શયતાને તેને બુધ્ધી-દલીલ શક્તી અને જે છે તેના કરતા વધુ માટે માનસ તેનો અિધકારી છે તેવો અસંતોષ ભરેલું મન આપ્યુ... જુઓ કિવ કહે છે તેમ સંતોની જેમ સંતોષી જીવન જીવતા અહીં માણસો કરતા લાવ લાવ કરતા અતૃપ્ત અને અસંતોષી શયતાનને સંતતી તમને વધુ જોવા મળશે. ખૈર! એ વાત જુદી છે કે એ આસવનો નશો એટલો જલદ છે કે છ ફુટની એ કાયાને જેને અંતે રાખ થવાનુ છે તેને જ્યારે પણ જેટલું મળે તે ઓછુ જ પડે.. અને નફ્ફટ સંતાનની જેમ પ્રભુ ન્યામાં ઉણપો ખોડ ખાંપણો કાઢ્યા કરે.
8. અણુબોંબનાં કુંડામાં વાવ્યું હતું એક ગુલાબ
હજી સુધી એ કુંડા એ કોઇ આપ્યો નથી જવાબ
ઉર્મીગીતોનાં કિવ અિનલ જોશી પાસેથી જ આવો વિચાર મળી શકે.ત્રીજા વિશ્વયુધ્ધનાં ઓળા ઉતરતા દેખાતા હોય અને અણુશસ્ત્રો હોવા એક જરુરીયાત લ્લગતી હોય તેવા વૈશ્વિક કુવિચારોની દોડમાં અણુબોંબને કુંડુ સમજી તેમા ગુલાબ રોપે તે ખરેખર નિવન વિચાર છે અને પાછો તે અણુબોંબનાં કુંડાએ હજી જવાબ નથી આપ્યો કહી કિવ વાતિવકતામાં શોધી રહ્યાં છે કે માનવ જાતી આ પતનમાંથી બહાર નીકળી શકશે કે નહી તે તો ખબર નથી પણ આશાવાદ સેવે છે કે ક્યારેક ગુલાબ ત્યાં ઉગશે. કોઇ પણ બુધ્ધીશાળી માણસ એમ જરુર કહેશે કે અણુ શસ્ત્રોની દોડ એટલે જાતે મૃત્યુને આમંત્રણ. જાપાનનાં હીરોશીમા પર પડેલા અણુ બોંબ કરતા હજાર ગણા બોંબ બનાવી અને બીજાને ડરાવવાની સ્પર્ધામાંથી પાછા વળો અને માનવ ઉત્થાનની દિશા પકડાય તો જ તે કુંડુ ગુલાબ જન્માવે અને કિવ તે જવાબ ની આશ લગાવી બેઠા છે શું એ આશા ક્યારેક તો ફળશેને...
9. સફળતા જિંદગીની હસ્ત રેખામાં નથી હોતી
ચણાયેલી ઇમારત તેના નકશામાં નથી હોતી
કહે છે ને કે સફળતા ઘણી બધી નિષ્ફળતાઓને વર્યા પછી મળતી હોય છે. તેનો અર્થ એવો નથી કે દરેક સફળતા ને બહુ વાર નિષ્ફળ થવું પડે. અહીં ખંતથી નિર્ધારીત રસ્તે મથ્યા કરતા દરેક્ને સફળતા વરતી હોય છે સ્કુલમાં શીખેલી વાત અત્રે ફરી યાદ કરું તો તે કરોળીયાને સીધી સપાટ ભીંત ઉપર ચઢવુ હતુ અને સહેજ ઉંચે ચઢે ને પછડાય પણ ખંતીલો એવો કે લીધુ કામ પુરુ કરીને છોડે તેથી દસેક વાર પછડાય પછી ઉપર માળામાં બેઠેલી ચકલી બોલી- રહેવાદો કરોળીયા ભાઇ પછડાયા કરવાને બદલે બીજી જગ્યા શોધો. તે તો આટલુ કહી ચણ ચણવા જતી રહી. સાંજે પાછી આવી ત્યારે કરોળીયા ભાઇ તો તેના માળાથી પણ કેટલેય ઉપર બેઠા હતા. ચકલી ભાઇને જવાબ દેતા તે બોલ્યો- દરેક વખતે પડાઇને પણ હું જોતો હતો કે ભીંત ક્યાં ખરબચડી છે અને તે દર્ક પ્રયત્નો પછી હવે મને ઉપર ચઢવા નો રસ્તો મળી ગયો.
પણ અહિ કિવ બીજી વાત પણ કરે છે હસ્તરેખાની લક્ષ્મી રેખા અને ઘર નાં નકશામાં રહેલ રેખાઓમાં ખરુ ધન કે ઘર નથી. તેને અવતરીત કરવા શ્રમ કરવો પડે છે તેથી ભાગ્યને ભરોંસે ના બેસી રહેવાય.તેથી જ કહ્યું છે ને કે ‘સિધ્ધિ તેને જઇ વરે જે પરસેવે નહાય.’
10. ચાહ્યું હતુ એ જીવનનું ઘડતર ન થઇ શક્યું
એક રણ હતું એ રણનુ સરોવર ન થઇ શક્યું
ચાહત એજ મુખ્ય દુ:ખનુ કારણ છે. વિધાતાની ચાહત અને માણસની ચાહત એ બે જો એક હોય તો સુખનો અનુભવ અને તે બે જેમ જેમ જુદા પડે તેમ તેમ દુ:ખનો અનુભવ તે તો સૌનો જાણીતો અનુભવ છેજ. ધાર્યુ કામ મળ્યું તો સુખ ધાર્યા કરતા વધુ કામ મળ્યુ તો વધુ સુખ અને ધારેલ કામ ન મળ્યુ તો દુ:ખ નં ઢગલા…ઘણી વખત ધારણા પણ ખોટી નીકળે જેવીકે રણ માં સરોવર બનાવવાની.. અરે ભાઇ તે ના બને તે ના જ બને.ઘણા સબંધો જ્યાં સુધી ના અજમાવો ત્યાં સુધીજ સારા કેમકે જ્યાં સુધી ના અજ્માવ્યાં હોય ત્યાં સુધી તે અંગેનો ભ્રમ હયાત હોય જે સુખકારક હોય પણ હળાહળ કળયુગ ની બલી હારી તો જુઓ જેવો તે સબંધ અજમાવ્યો નથી ને તરત જ તેની પોકળતા દેખાય જ