Gujarati Ukhana With Answer - ગુજરાતી ઉખાણાં જવાબ સાથે

Admin
0

 

gujarati ukhana, gujarati ukhana with answer


અહી નીચે ઘણા બધા ગુજરાતી ઉખાણાં જવાબ સાથે આપેલા છે. જે તમને વાંચવામાં મજા આવશે.



એક જનાવર ઈતું પૂંછડે પાણી પીતું

જવાબ – દીવો


 

ઢીંચણ જેટલી ગાય નીરે એટલું ખાય.

જવાબ –ઘંટી


 ચારે બાજુ ભીંત અને વચ્ચે પાણી

જવાબ – નાળિયેર


ધોળા ખેતરમાં કાળા દાણા

જવાબ – અક્ષરો


 આમ જાઉં તેમ જાઉં જ્યાં જાઉં ત્યાં પાછળ સંતાવું

જવાબ – પડછાયો


ઘર એક, રહેનારા બે, સવારે-સાંજે ઝઘડે એ, રહે ના ખાલી ઘર કદી. તો કહો એનું નામ જલદી.

જવાબ – પ્રકાશ – અંધકાર


એક લાકડીની સાંભળો કહાણી, તેમાં ભરેલું છે મીઠું પાણી

જવાબ – શેરડી


નાની નાની ઓરડી માં બત્રીસ બાવા

જવાબ – દાંત


વનવગડામાં લોહીનું ટીપું

જવાબ – ચણોઠી


માં ધોળી અને બચ્ચાં કાળા

જવાબ – ઈલાયચી


લીલું ઝાડ, પીળું મકાન તેમાં બેઠા કલ્લુરામ

જવાબ – પપૈયું


એવી કઈ વસ્તુ જે ખાવા માટે ખરિદિયે પણ તેને ખાતા નથી?

જવાબ – પ્લેટ


લીલી માછલીના ઈંડા લીલા પણ, માછલી કરતાં ઈંડાનું મૂલ્ય વધારે.

જવાબ – વટાણા


નાના શરીરમાં નાની ગાંઠ, જે દિવસભર કરે કામ પરસ્પર મળીને સંગે રહેતી, આરામનું એને નહીં નામ.

જવાબ – કીડી


એવું કોણ છે

જેને ડૂબતો જોઈ

કોઈ બચાવતું નથી?

જવાબ – સૂરજ


એ કઈ વસ્તુ છે જે પાણી પીતા 

જ મરી જાય છે?

જવાબ – તરસ


ન ભોજન લે છે ન વેતન લે છે છતાં 

રખેવાળી કરે છે. જણાવો તે કઈ વસ્તુ છે?

જવાબ – તાળું


એવી કઈ વસ્તુ છે જેને છોકરી વર્ષમાં

એક વખત ખરીદે છે

જવાબ – રાખડી 


કાળો ઘોડો સફેદ સવારી

એક ઊતર્યું બીજાનો વારો?

જવાબ – તવો અને રોટ


લીલો ઝંડો, લાલ કમાન, તોબા તોબા કરે માણસ

જવાબ – મરચાં


હું એક વ્યક્તિને

બે બનાવી દઉં

બતાવો કોણ?

જવાબ – અરીસો


એવી કઈ વસ્તુ

જે તૂટે તો જ કામ આવે?

જવાબ – ઈંડું


એવું શું છે જેને

પકડ્યા વગર રોકી શકાય?

જવાબ – શ્વાસ

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)