સુવિચારો માણવને જીવનની દિશામાં માર્ગદર્શન આપે છે. તેમનો મૂળ ઉદ્દેશ મનુષ્યને ઉન્નતી માટે માર્ગદર્શન આપવો છે. સુવિચારો આત્મવિકાસ અને જ્ઞાનપ્રાપ્તિનો માધ્યમ છે. સારા સુવિચાર મનને પોઝિટિવ અને દુખ-સુખની સ્થિતિને સમાની રીતે દેખવામાં મદદ કરે છે. સુવિચારો જીવનને એક નવી દિશા દેખાડી શકે છે, અને ઉચ્ચતમ લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. તેથી સુવિચારો વ્યક્તિની આત્માને શક્તિ આપી તેમને જીવનમાં વિજયી બનાવી શકે છે.
ધીરજ એ કડવી વસ્તુ છે,
પરંતુ તેના ફળ હંમેશા મીઠા જ હોય છે!
ભેગા મળીને જીવે તે ગામડાની સંસ્કૃતિ,
પરંતુ ભેગું કરીને જીવે તે શહેરની સંસ્કૃતિ!
સુખ તો સવાર જેવું હોય છે સાહેબ,
માંગવાથી નહીં જાગવાથી મળે છે!
નામ અને ઓળખાણ ભલે નાની હોય,
પણ આપણી પોતાની હોવી જોઈએ!
વ્યક્તિએ ક્યારેય તકની રાહ ન જોવી જોઈએ,
કેમ કે જે આજે છે તે જ સૌથી મોટી તક છે!
જિંદગી માણસ ને ચાન્સ આપે છે,
માણસ ને ચોઈસ નથી આપતી!
યોગ્ય સમયે લેવામાં આવેલ કડવી ચુસકી
ઘણીવાર જીવનને મીઠી બનાવી દે છે!
તમારા સ્વભાવને હંમેશા સૂર્ય જેવો રાખો,
ન ઉગતા અભિમાન ન ડૂબવાનો ડર!
સમય તમને રાજામાંથી રંક અને
રંકમાંથી રાજા બનાવી શકે છે!
આ દુનિયા માં બધુજ કીમતી છે,
પરંતુ મળ્યા પહેલા અને ગુમાવ્યા પછી!
Kuldip
ReplyDeleteKuldip
ReplyDelete